નેપાળના માઉન્ટ ગુર્જામાં પાંચ પર્વતારોહક સહિત 9નાં મોત

હિમસ્ખલન થતાં 3500 મીટર ઊંચે દટાયા : પાંચ દક્ષિણ કોરિયાઈ પણ સામેલ
 
કાઠમંડુ, તા. 13 : નેપાળમાં માઉન્ટ ગુર્જા પર પર્વતારોહણ માટે ગયેલા પાંચ પર્વતારોહક સહિત નવ જણનાં હિમસ્ખલનનો ભોગ બનતાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં પાંચ દક્ષિણ કોરિયાઈ સામેલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ શનિવારની સવારે દુર્ઘટના બાદ બચાવ-રાહત કામગીરી માટે એક હેલિકોપ્ટર તૈનાત કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, માઉન્ટ ગુર્જા પશ્ચિમ નેપાળમાં સ્થિત છે, જેની ઊંચાઈ 7,193 મીટરની છે, ટ્રેકિંગ કેમ્પના આયોજક વાંગ ચુ શેરપાએ જણાવ્યું હતું કે, બરફના તોફાનના કારણે આ જીવલેણ ઘટના બની હતી.
પર્વતારોહીઓ માઉન્ટ ધૌલાગિરિ પાસે 3500 મીટરની ઊંચાઈ પર હિમમાં દટાઈ ગયા હતા. ઊંચાઈ પર પહોંચ્યા પછી હવામાન ખરાબ થઈ ગયું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer