અમદાવાદ, તા. 6 (પીટીઆઈ) : અગ્રણી માનવ અધિકાર એક્ટિવિસ્ટ અને ધારાશાસ્ત્રી ગિરીશ પટેલનું અત્રે તેમના નિવાસસ્થાને અવસાન નીપજ્યું હતું. તેઓ 86 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે.
હાવર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે કાયદાશાસ્ત્રમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. ગુજરાત હાઈ કોર્ટમાં તેમણે પ્રૅક્ટિસ શરૂ કરી હતી તથા ગરીબો, દલિતો, ખેડૂતો અને શ્રમજીવીઓને લગતી સમસ્યા વિશે સેંકડો જનહિત અરજીઓ નોંધાઈ હતી. તેમાં નોંધપાત્ર સુરતમાં શેરડીના ખેડૂતો માત્ર લઘુતમ વેતનની માગણીનો સમાવેશ થતો હતો.
નર્મદા બચાઓ આંદોલનમાં પણ તેઓ સંકળાયેલા હતા અને સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટથી વિસ્થાપિત થયેલા આદિવાસીઓના અધિકારો માટે લડયા હતા. સાબરમતી રિવર ફ્રન્ટ સહિત વિવિધ સરકારી પ્રકલ્પોથી વિસ્થાપિત થયેલાઓના તેમણે કેસ લડયા હતા. 1974ના નવનિર્માણ આંદોલમાં પણ તેમણે સક્રિયપણે ભાગ લીધો હતો. 1972માં તેમને ત્રણ વર્ષ માટે ગુજરાત રાજ્ય કાયદા પંચના સભ્ય તરીકે પસંદ કરાયા હતા.
અગ્રણી માનવ અધિકાર એક્ટિવિસ્ટ ગિરીશ પટેલનું અવસાન
