કાશ્મીરમાં મિનિ બસ ખીણમાં ખાબકતાં 20 મુસાફરોનાં મૃત્યુ

કાશ્મીરમાં મિનિ બસ ખીણમાં ખાબકતાં 20 મુસાફરોનાં મૃત્યુ
જમ્મુ, તા. 6: જમ્મુ-કાશ્મીરના રામબાણ જિલ્લામાં આજે ભીષણ માર્ગ દુર્ઘટના થઈ હતી. જેમાં 20 લોકોનાં મોત થઈ ગયાં છે. શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર એક મિની બસે કાબૂ ગુમાવતા તે ખીણમાં ખાબકી ગઈ હતી. જેમાં 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ મિની બસમાં કુલ 33 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો પૈકી 13 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ઘાયલ થયેલા લોકોને ઉધમપુર સ્થિત લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રામબાણ જિલ્લાના એસએસપી અનિતા શર્માએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે બનિહાલથી રામબાણ તરફ જતી મિની બસ જેકે-19 1593 હાઈવે નજીક સ્થિત કેલામોથ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ઘટના બાદ 15 લોકોના તરત જ મોત થયાં હતાં. જ્યારે અન્ય 17 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer