વિજય હજારે ટ્રૉફીમાં છત્તીસગઢ સામે સૌરાષ્ટ્રનો 9 વિકેટે પરાજય

વિજય હજારે ટ્રૉફીમાં છત્તીસગઢ સામે સૌરાષ્ટ્રનો 9 વિકેટે પરાજય
નવી દિલ્હી, તા.6 : વિજય હજારે વનડે ટ્રોફીમાં છત્તીસગઢ જેવી નબળી ટીમ સામે સૌરાષ્ટ્રનો 9 વિકેટે કારમો પરાજય થયો હતો. પ્રથમ દાવ લેનાર સૌરાષ્ટ્રની ટીમનો 34.4 ઓવરમાં 110 રનમાં ધબડકો થયો હતો. સૌથી વધુ 34 રન અર્પિત વસાવડાએ કર્યા હતા. છત્તીસગઢ તરફથી સુમિત રૂઇકરે 6 વિકેટ લીધી હતી. 111 રનનો વિજય લક્ષ્યાંક છત્તીસગઢની ટીમે 24.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને કરી લીધો હતો.
વિજય હઝારે ટ્રોફીમાં પહેલી બેવડી સદી ઉત્તરાખંડના કરણવીર કૌશલના નામે
ઉત્તરાખંડનો કરણવીર કૌશલ વિજય હઝારે વન ડે ટ્રોફીમાં બેવડી સદી કરનારો પહેલો બેટધર બન્યો છે. કરણવીર કૌશલે વિજય હઝારે ટ્રોફીના પ્લેટ ગ્રુપના સિક્કિમ વિરુદ્ધના આજે રમાયેલા મેચમાં 135 દડામાં 18 ચોક્કા અને 9 છક્કાથી 202 રનની રેકોર્ડ ઇનિંગ રમી હતી. તેણે અંજિક્યા રહાણેનો વિજય હઝારે ટ્રોફીમાં કરેલો 187 રનનો રેકોર્ડ તોડયો હતો. રહાણેએ 2017-18ની સિઝનમાં મહારાષ્ટ્ર સામે 187 રન કર્યા હતા. કૌશલની આ પદાર્પણ સિઝન છે અને તે 7 મેચમાં ત્રણ સદી ફટકારી ચૂક્યો છે. તેની બેવડી સદીથી આજના મેચમાં ઉત્તરાખંડે બે વિકેટે 366 ખડક્યા હતા. જવાબમાં સિક્કિમની ટીમ 50 ઓવરમાં 6 વિકેટે 167 રન કરી શકી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer