માયાવતી બાદ હવે કૉંગ્રેસને અખિલેશે આપ્યો જાકારો

બસપા સાથે જોડાણ કરવા સપાના નેતાએ આપ્યો સંકેત
 
લકનઊ, તા. 6 : માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) પછી હવે સમાજવાદી પાર્ટી (સપા)એ શનિવારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસથી દૂર જઈને એવી ઘોષણા કરી હતી કે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીઓમાં જોડાણ માટે અમે કોંગ્રેસ તરફથી પ્રતિસાદની લાંબો સમય રાહ જોવા નથી માંગતા. આમ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એવું પણ કહ્યું હતું કે, હું હવે વિધાનસભા ચૂંટણીઓ સાથે મળીને લડવા બસપા સાથે વાત કરીશ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer