દુર્ગા પૂજા સમિતિઓને અનુદાન : મમતા સરકારની યોજના સામે સ્ટે

કોલકાતા, તા. 6 : કોલકાતા હાઈકોર્ટે શુક્રવારે બંગાળ સરકારને આગામી મંગળવાર સુધી દુર્ગા પૂજા સંબંધિત ચૂકવણી યોજનાને રોકવા માટે આદેશ કર્યો છે. હવે આગામી મંગળવારે આ મામલે સુનાવણી કરવામાં આવશે. મમતા સરકારની યોજનામાં દુર્ગા પૂજા સમિતિઓને 10 હજાર રૂપિયાના અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુલ 28 કરોડ રૂપિયા આપવાની ઘોષણા હતી. હાઈકોર્ટના વકીલ સૌરવ દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મમતા સરકારની યોજના પાછળના તર્ક ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો અને તેની ટીકા કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દિશાનિર્દેશોનો સવાલ કર્યો હતો અને શું રાજ્ય સરકાર આવી રીતે ધાર્મિક તહેવારો માટે રકમ આપી શકે તેના ઉપર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer