તનુશ્રીના આક્ષેપોને નાના પાટેકરે ફગાવી દીધા

મુંબઈ, તા. 6 (પીટીઆઈ): નાના પાટેકરે શનિવારે એ વાતને રદિયો આપ્યો હતો કે પોતે 2008ની ફિલ્મના સેટમાં એક્ટ્રેસ તનુશ્રી દત્ત સાથે ગેરવર્તણૂક કરી હતી. તાજેતરમાં એક મુલાકાતમાં તનુશ્રીએ એવો આક્ષેપ કર્યો હતો કે દસ વર્ષ પહેલાં `હોર્ન ઓકે પ્લીસ'ના સ્પેશ્યલ સોન્ગના શૂટિંગ વખતે નાનાએ મારી સાથે ગેરવર્તણૂક કરી હતી. `હાઉસફુલ 4'ના શૂટિંગ માટે જોધપુર આવેલા નાનાએ કહ્યું હતું કે મેં દસ વર્ષ પહેલાં પણ કહ્યું હતું કે આ જુઠ્ઠાણું છે. દસ સાલ પહેલે બોલ ચુકા હૂં સબ જૂઠ હૈ,  વો જૂઠ હૈ.
એક્ટર હવાઈ મથકની બહાર આવ્યો ત્યારે પત્રકારોએ નાનાને તેની વિરુદ્ધના આક્ષેપો અને તેના મૌન વિશે સવાલો કર્યા હતા.
67 વર્ષના એક્ટર નાનાએ કહ્યું હતું કે હું આક્ષેપોનો જવાબ આપવા પ્રેસ કોન્ફરન્સ કરીશ.
નાનાના વકીલોએ તનુશ્રીને નોટિસ મોકલાવી છે. નાના આઠ અૉક્ટોબરે પ્રેસ કોન્ફરન્સ કરે એવી વકી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer