આઈસીઈએક્સમાં ગત સપ્તાહે ઊંચા વેપાર

ડાયમંડ કૉન્ટ્રેકટસના પાકતી તારીખના ભાવની જાહેરાત, રબરમાં નવા કૉન્ટ્રેકટસનો પ્રારંભ સોમવારથી

મુંબઈ, તા. 6 : ઇન્ડિયન કૉમોડિટી એક્સ્ચેન્જે ડાયમંડના 1 કૅરેટ, 50 સેન્ટ્સ અને 30 સેન્ટ્સની પ્રત્યેકના પાકી ગયેલા અૉક્ટોબર કોન્ટ્રેકટસના પાકતી તારીખના ભાવની જાહેરાત એક પરિપત્ર મારફત કરી હતી, જે હેઠળ 1 કૅરેટના અૉક્ટોબર, કોન્ટ્રેકટનો ભાવ સેન્ટ દીઠ રૂા. 3817, 50 સેન્ટ્સનો સેન્ટ દીઠ રૂા. 1667.25 અને 30 સેન્ટસનો સેન્ટ દીઠ રૂા. 1137.75 નિર્ધારીત કર્યો હતો. વધુમાં અન્ય એક પરિપત્ર મારફત રબરમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, 2019ના ત્રણ નવા વાયદાના કોન્ટ્રેકટસ સોમવાર, 8 અૉક્ટોબરથી કામકાજ માટે ઉપલબ્ધ બનાવવાની જાહેરાત કરી હતી. દરમિયાન, ગત સપ્તાહમાં સ્ટીલ લોંગના નવેમ્બર અને ડિસેમ્બર અને 1 કૅરેટ અને 50 સેન્ટ્સ અને 30 સેન્ટ્સની શ્રેણીના પ્રત્યેકના અૉક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદાના કોન્ટ્રેકટસ અને કૃષિ સહિતની અન્ય કૉમોડિટીઝના વાયદાના કોન્ટ્રેકટસમાં રૂા. 304 કરોડનું કુલ એકત્રિત કામકાજ થયું હતું. ડાયમંડના બધા વાયદાના કોન્ટ્રેકટસ મળીને રૂા. 61.08 કરોડના 1839.90 કૅરેટસના કામકાજ થયા હતા અને ઓપન ઈન્ટરેસ્ટ 2058.58 કેરેટ્સનો હતો. 1 કેરેટના અૉકટોબર કૉન્ટ્રેક્ટમાં રૂા. 2.87 કરોડના 79.40 કેરેટ્સના કામકાજ થયા હતા અને ઓપન ઇન્ટરેસ્ટ 110.76 કેટ્સનો રહ્યો હતો. આ કોન્ટ્રેક્ટમાં ભાવ સેન્ટ દીઠ રૂા. 3605 ખૂલી, ઊંચામાં ઊંચામાં રૂા. 3677 અને નીચામાં રૂા. 3601 થઈ અંતે રૂા. 3634.5 બંધ રહ્યો હતો. 1 કૅરેટના નવેમ્બર કોન્ટ્રેકટમાં રૂા. 51.18 કરોડના મૂલ્યના 1397.54 કૅરેટ્સના કામકાજ થયા હતા અને ઓપન ઈન્ટરેસ્ટ 1072.66 કૅરેટ્સનો રહ્યો હતો. આ કોન્ટ્રેકટમાં સેન્ટ દીઠ ભાવ રૂા. 3642.5 ખૂલી ઊંચામાં રૂા. 3683 અને નીચામાં રૂા. 3639.5 થઈ અંતે રૂા. 3681 બંધ રહ્યો હતો. 1 કૅરેટના ડિસેમ્બર કોન્ટ્રેકટમાં 21.78 કરોડના 48.33 કૅરેટસના કામકાજ થયા હતા અને ઓપન ઈન્ટરેસ્ટ 159.98 કૅરેટસનો હતો. આ કોન્ટ્રેકટમાં સેન્ટ દીઠ ભાવ ઊંચામાં રૂા. 3700.5 અને નીચામાં રૂા. 3696 થઈ અંતે રૂા. 3700.5 બંધ રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer