છત્તીસગઢમાં 12 અને 20 નવેમ્બરે મતદાન


 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 6: છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાશે. જેમાં પહેલા તબક્કાનું મતદાન  12 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે. પરિણામ અન્ય રાજ્યોની સાથે 11મી ડિસેમ્બરના રોજ જાહેર થશે. છત્તીસગઢની 91 બેઠકોમાંથી 90 માટે મતદાન થાય છે. જ્યારે એક બેઠક એગ્લો ઈન્ડિયન મનોનીત હોય છે. વર્તમાન સમયે રાજ્યમાં ભાજપ સત્તામાં છે અને ડો. રમન સિંહ મુખ્યમંત્રી છે. વર્ષ 2000માં અસ્તિત્વમાં આવેલા છત્તીસગઢમાં શરૂઆતના ત્રણ વર્ષ કોંગ્રેસે સત્તા ભોગવી હતી. ડિસેમ્બર 2003માં ભાજપ સત્તામાં આવ્યા બાદ સતત ત્રીજો કાર્યકાળ રમન સિંહ મુખ્યમંત્રી પદે છે. છત્તિસગઢમાં એક સમયે કોંગ્રેસના શાસનમાં મુખ્યમંત્રી બનેલા અજીત જોગીએ અલગ છત્તિસગઢ જનતા કોંગ્રેસ પક્ષ બનાવ્યો છે અને બસપા સુપ્રીમો માયાવતીએ તેની સાથે ગઠબંધન કર્યું છે. 
તેલંગણમાં ટીઆરએસ સત્તામાં છે અને કે ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી છે. રાજ્યની 31 જિલ્લાની 120 બેઠકો છે જેમાં 119 ઉપર મતદાન થશે અને એક બેઠક એગ્લો ઈન્ડિયન મનોનીત રહે છે. મિઝોરમમાં કોંગ્રેસનું શાસન છે. 2013માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 40માંથી 34 બેઠકો ઉપર જીત મેળવી હતી અને લાલ ધનહવલા મુખ્યમંત્રી બન્યા હતા.
વિધાનસભા ચૂંટણી- 2018
રાજ્ય  બેઠક    મતદાન
છત્તિસગઢ       90+1         1) નવેમ્બર 12
                                       2) નવેમ્બર 20
મધ્યપ્રદેશ       230              નવેમ્બર 28
મિઝોરમ         40                 નવેમ્બર 28
રાજસ્થાન       200               ડિસેમ્બર 7
તેલંગણ         119+1           ડિસેમ્બર 7
પરિણામ, 11 ડિસેમ્બર 2018 (+1 નોમિનેટેડ સિટ)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer