પત્રકાર પરિષદના સમય ઉપર કૉંગ્રેસે ઉઠાવ્યા સવાલ

સીઈસીએ કહ્યું, નેતાને દરેક બાબતમાં રાજનીતિ દેખાય છે

નવી દિલ્હી, તા. 6: કેન્દ્રીય ચૂંટણી પંચની પત્રકાર પરિષદ ઉપર કોંગ્રેસે આરોપ મુકતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં રેલી સંબોધિત કરી શકે તે માટે ચૂંટણી પંચે પહેલેથી નક્કી પત્રકાર પરિષદના સમયમાં ફેરફાર કર્યો હતો. આ આરોપોનો જવાબ આપતા મુખ્ય ચૂંટણી અધિકારી ઓપી રાવતે કહ્યું હતું કે, રાજનેતાને દરેક બાબતોમાં રાજનીતિ દેખાય છે. જેના ઉપર કોઈ ટિપ્પણી કરવાની જરૂરીયાત નથી. આ સાથે સીઈસીએ સમય બદલાવના ત્રણ કારણો પણ આપ્યા હતા. જેમાં તેલંગણ માટે છેલ્લા સમયે તારીખો નક્કી થઈ, એક રાજ્યએ ચૂંટણીમાં સમય આપવાની અપીલ અને હાઈકોર્ટના અમુક નિર્દેશ રજૂ કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer