હવે વિમાની યાત્રા વધુ મોંઘી થશે : 5-10 ટકા ભાડું વધશે

નવી દિલ્હી, તા. 6: વિમાનમાં ઉપયોગ થનાર ફયુઅલ એટીએફની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે હવે વિમાની કંપનીઓની હાલત કફોડી બની રહી છે. આવી સ્થિતિમાં વિમાની કંપનીઓ પાસે યાત્રી ભાડામાં વધારો કરવા સિવાય હવે કોઇ વિકલ્પ રહ્યો નથી. ટૂંક સમયમા ંજ વિમાની ભાડામાં પાંચથી દસ ટકા સુધીનો વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. એવિએશન સેક્ટર સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે હવે ક્રૂડ ઓઇલની કિંમત એટલા વધી ગયા છે કે એરલાઇન્સની પાસે ભાડામાં વધારો કરવા સિવાય કોઇ વિકલ્પ નથી. જો કે એમ માનવામાં આવે છે કે એરલાઇન્સ યાત્રી ભાડામાં આડેધડ કોઇ વધારો કરનાર નથી. એવિએશન સેક્ટરના નિષ્ણાત લોકોનું કહેવુ છે કે કયા સેક્ટરમાં કેટલા પ્રમાણમાં ભાડુ વધશે તે બાબત યોગ્ય રીતે વિચારણા કરવામાં આવ્યા બાદ નક્કી કરવામાં આવનાર છે. જો કે એક બાબત તો નક્કી છે કે ભાડુ 5-10 ટકા સુધી વધનાર છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer