એ.બી.સી.ના અધ્યક્ષ તરીકે મુંબઈ સમાચારના હોરમસજી કામા

એ.બી.સી.ના અધ્યક્ષ તરીકે મુંબઈ સમાચારના હોરમસજી કામા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મુંબઈ સમાચાર દૈનિકના ડિરેક્ટર હોરમસજી એન. કામા અૉડિટ બ્યુરો અૉફ સક્ઍયુલેશનના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયા છે. તેમની મુદત વર્ષ 2018-19 માટેની છે. કામા અગાઉ ઇન્ડિયન ન્યૂસ પેપર સોસાયટીના પ્રમુખ તેમ જ પ્રેસ ટ્રસ્ટ અૉફ ઇન્ડિયા અને મીડિયા રિસર્ચ યુઝર્સ કાઉન્સિલના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે અને તેના બોર્ડના સક્રિય સભ્ય તરીકે કાર્યરત છે.
`બ્યૂરો'ના માનદ મંત્રી તરીકે લોકમત મીડિયા પ્રા.લિ.ના દેવેન્દ્ર દરડા ચૂંટાયા છે. કાઉન્સિલ અૉફ મૅનેજમેન્ટમાં પ્રકાશકોના પ્રતિનિધિ તરીકે જાગરણ પ્રકાશન લિ.ના શૈલેષ ગુપ્તા, હિન્દુસ્તાન મીડિયા વેન્ચર્સ લિ.ના દેવવ્રત મુખરજી, એ.બી.પી. પ્રા.લિ.ના ચંદન મજમુદાર, બેનેટ, કોલમન ઍન્ડ કં.લિ.ના રાજકુમાર જૈન, સકાળ પેપર્સ પ્રા.લિ.ના પ્રતાપ જી. પવાર અને મલયાલયા મનોરમા કં.લિ.ના રિયાદ મેથ્યુની વરણી થઈ છે. ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીના પ્રતિનિધિ તરીકે ડીડીબી મુદ્રા પ્રા.લિ.ના મધુકર કામત ઉપાધ્યક્ષપદે અને આઈપીજી મીડિયા બ્રાન્ડ્સના શશીધર સિંહા માનદ ખજાનચીપદે, આર. કે. સ્વામી બીબીડીઓ પ્રા.લિ.ના શ્રીનિવાસન સ્વામી તેમ જ એમ. મીડિયા પ્રા.લિ.ના સમીર સિંહની વરણી થઈ છે.
ઍડ્વર્ટાઇઝર્સના પ્રતિનિધિ તરીકે તાતા મોટર્સ લિ.ના મયંક પરીખ અને આઈટીસીના કરુણેશ બજાજની પસંદગી થઈ છે. સેક્રેટરી જનરલની જવાબદારી હોરમઝ મસાણી અદા કરશે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer