`લાલબાગચા રાજા''ના પ્રવેશદ્વાર પાસે શોર્ટ સર્કિટથી લાગી નજીવી આગ

`લાલબાગચા રાજા''ના પ્રવેશદ્વાર પાસે શોર્ટ સર્કિટથી લાગી નજીવી આગ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : `લાલબાગચા રાજા'ના મુખ્ય પ્રવેશદ્વારની સામે આવેલી ગૅસ કંપની લેનમાં 15મી સપ્ટેમ્બરે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. જમીનની નીચેથી પસાર થતાં ઇલેક્ટ્રિક કૅબલ બળવા માંડતાં લોકોમાં ખળભળાટ મચ્યો હતો. ફાયરબ્રિગેડે તાત્કાલિક દોડી જઇને આગને કાબૂમાં લઈ લીધી હતી. જોકે, ત્યાર બાદ `બેસ્ટ'ના કર્મચારીઓ પણ કૅબલ-ફોલ્ટનું રિપેરિંગ કરવા પહોંચી ગયા હતા. જોકે, એટલા સમય પૂરતો વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઇને ઇજા થઈ નહીં હોવાનું અગ્નિશમન દળે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer