ભારતીય અન્ડર-16 મહિલા ફૂટબૉલ ટીમનો હૉંગકૉંગ સામે 6-1થી વિજય

ભારતીય અન્ડર-16 મહિલા ફૂટબૉલ ટીમનો હૉંગકૉંગ સામે 6-1થી વિજય
નવી દિલ્હી, તા.15: ભારતીય અન્ડર-16 મહિલા ફૂટબોલ ટીમે એએફસી કવોલિફાયર્સમાં જીત સાથે શરૂઆત કરી છે. લિન્ડા કોમના હેટટ્રીક ગોલની મદદથી ભારતીય ટીમે હોંગકોંગ સામેની મેચ 6-1થી જીતી લીધી હતી. મંગોલિયાના ઉલાનબટોરમાં રમાયેલી એએસસી અન્ડર-16 મહિલા કવોલિફાયર્સની પ્રથમ મેચમાં લિન્ડાના હેટટ્રીક ઉપરાંત કેપ્ટન શિલ્કી દેવીએ બે અને સુનીતા મુન્ડાએ એક ગોલ કર્યો હતો.
ભારતીય ટીમ આગલી મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 19 સપ્ટેમ્બરે રમશે. ત્યાર બાદ ગ્રુપ મેચમાં મંગોલિયા અને લાઓસ સામે ટકરાશે. ગ્રુપમાં પ્રથમ રહેનારી ટીમ આગામી વર્ષે યોજાનારી એઁએફસી ચેમ્પિયનશીપના અંતિમ ચરણ માટે સિધી કવોલિફાય થઇ જશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer