એશિયા કપ : મુશફીકરની શાનદાર સદી સાથે બાંગ્લાદેશે 261 રન ખડક્યા

એશિયા કપ : મુશફીકરની શાનદાર સદી સાથે બાંગ્લાદેશે 261 રન ખડક્યા
શ્રીલંકાનો ધબડકો : 95 રનમાં સાત વિકેટ ગુમાવી
દુબઈ, તા. 15?: અત્રે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયન કપની પ્રથમ મેચમાં બાંગલાદેશની ટીમે ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કર્યા બાદ ખરાબ હાલતમાંથી બહાર આવતાં વિકેટકીપર અને પૂર્વ કપ્તાન મુશફીકુર રહીમનની શાનદાર સદી 144 રનની મદદથી શ્રીલંકાની સામે 261નો લડાયક સ્કોર ઊભો કરી દીધો હતો.
બાંગલાદેશનો દાવ 49.3 ઓવરમાં સમેટાઇ ગયો હતો. જેમાં બેટધર મોહમદ મિથુને પણ 63 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા વતી લસિથ મલિંગાએ 4 વિકેટ ખેરવી હતી.
મલિંગાએ બાંગલાદેશને પ્રારંભમાં જ બે ઝટકા આપ્યા હતા, પહેલાં લિટનદાસને પેવેલિયન ભેગો કર્યો હતો, તો ત્રીજા ક્રમે રમવા આવનાર અનુભવી શાકિલ અલ હસ મલિંગાના યોર્કરમાં આઉટ થયો હતો અને બાંગલાદેશનો સ્કોર 2 વિકેટે 1 રન થઇ ગયો હતો.
બીજા સ્પેલમાં આવેલા મલિંગાએ ફરીથી નિશાન બનાવી જામી ગયેલા લિટનદાસ (63)ની વિકેટ ખેરવી, તો મોસાદેક હુશેનને મલિંગાએ એક રનનો આંકડો પણ પાર કરવા ન દીધો.
છેલ્લા અહેવાલ મુજબ શ્રીલંકાની ટીમનો ધબડકો થયો હતો અને 95 રનમાં સાત વિકેટે ગુમાવી દીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer