ઘૂસણખોરીની ચીની હરકતોથી સંસદીય સમિતિ ચિંતિત

ચીનના વલણથી સાવધ રહેવાની જરૂર
નવી દિલ્હી, તા. 1પ: ચીની લશ્કર (પીએલએ)ના કર્મીઓ ભારતીય સીમામાં અવારનવાર ઘૂસણખોરી કરતા આવ્યા બાબતે સંસદીય સમિતિએ ચિંતા વ્યકત કરી છે. ચીનનો રેકર્ડ ભરોસો બેસે તેવો ન હોઈ ચીનની આવી ઘૂસણખોરી અને તેની વલણથી સચેત રહેવાની જરૂર છે. સીમા વિવાદના ઉકેલ માટે '03માં સદગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ચીનના પ્રવાસ દરમિયાન સ્પેશ્યલ રીપ્રેઝન્ટેટીવ મિકેનિઝમ હેઠળ નિશ્ચિત કરાયેલા સિદ્ધાંતોને ચીન ગાંઠતું ન હોવા બાબતે સમિતિએ ચિંતા પ્રગટ કરી છે. તે પછી ભારત અને ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે વાટાઘાટના વીસ રાઉન્ડ યોજાઈ ચૂકયા છે. ચીન સાથેના સીમા વિવાદો નિપટાવવા આ મિકેનિઝમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 
સમિતિનું માનવું છે કે આ ત્રિસ્તરીય પ્રક્રિયા છે અને તેનું પહેલું સ્ટેજ છેં.  `એગ્રીમેન્ટ ઓન પોલિટિકલ પેરામીટર્સ એન્ડ ગાઈડિંગ પ્રિન્સિપલ્સ ઓન ધ સેટલમેન્ટ ઓફ ઈન્ડિયા-ચાઈના બાઉન્ડરી કવેશ્ચન'-પર એપ્રિલ '0પમાં સહી કરાવા સાથે પૂર્ણ થઈ ચૂકયું છે. ચીન સાથે નિશ્ચિત કરાયેલા આ સિદ્ધાંતોમાં એક એવો છે કે બેઉ દેશોમાં વસેલી વસતિને ખલેલ કરાવામાં આવે, પરંતુ અરુણાચલ પ્રદેશમાં ચીન અવારનવાર  દાવો કરે છે. આ વિસ્તારમાં લાખો ભારતીય નાગરિકો વસે છે. ચીન આ સિદ્ધાંત પર અમલ નથી કરતુ. સમિતિ જણાવે છે કે ડિસે. 12માં થયેલા કોમન અન્ડરસ્ટેન્ડિંગના પોઈન્ટ નં. 12/13નું ચીને ડોકલામ ગતિરોધ દરમિયાન ઉલ્લંઘન કર્યુ હતુ. 
 
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer