અૉનલાઈન મગાવેલા 300 રૂપિયાના સેન્ડલ 17,000 રૂપિયામાં પડયા

અમારા પ્રતિનિધિ તરફથી
કલ્યાણ, તા. 15 : અંબરનાથમાં આવેલા લેઝી ગાર્ડનમાં રહેતા યુવાન મધુકર ખંડાગરે મંગલુરની ક્લબ મેન્યુફેકચરિંગ કંપની પાસેથી અૉનલાઈન 300 રૂપિયાના સેન્ડલ મગાવ્યા હતા. પરંતુ સેન્ડલ ડિલેવર 
થઈને આવ્યા ત્યારે અૉનલાઈન કરેલા દાવા કરતાં નબળી અને હલકી ગુણવત્તાવાળા હતા. તેથી મધુકરે કંપનીમાં ફોન કરીને સેન્ડલ પાછા લઈ લેવાનું કહ્યું હતું. કંપનીના માણસે કહ્યું કે અકાઉન્ટ નંબર અને પાસવર્ડ આપો તો જ પૈસા પાછા મોકલવામાં આવશે. ત્યારે મધુકર ખંડાગરેએ અકાઉન્ટ નંબર અને પાસવર્ડ આપી દીધો હતો. થોડી વાર બાદ મધુકરના અકાઉન્ટમાંથી 16,900 રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતાં તેણે તુરંત જ અંબરનાથ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આમ મધુકરને 300 રૂપિયાના સેન્ડલ 17,000 માં પડયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer