કુર્લામાં જ્વેલરીની દુકાનમાંથી નોકરે કરી 10 લાખનાં ઘરેણાંની ચોરી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : કુર્લા (પશ્ચિમ)માં આવેલી જ્વેલરીની દુકાનમાંથી 12 સપ્ટેમ્બરે રાત્રે સાડા નવ વાગ્યે નોકરે 10 લાખ રૂપિયાનાં ઘરેણાંની ચોરી કરી હોવાની ફરિયાદ કુર્લા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે કુર્લાના ન્યૂ મિલ રોડ પરના ઓમ ગિરિજાશંકર એપાર્ટમેન્ટમાં રહેતા અને ન્યૂ મોડેલ સિનેમા માર્ગ પર આવેલી કેશરિયાજી જ્વેલર્સના માલિક રાકેશ કોઠારીએ તેમની દુકાનમાંથી તેમનો નોકર 10 લાખ રૂપિયાની કિંમતનાં સોનાનાં ઘરેણાંની ચોરી કરીને ભાગી ગયો હતો. તે અંગેની ફરિયાદ 14મી સપ્ટેમ્બરે કોઠારીએ નોંધાવી છે. અમે નોકરની શોધખોળ કરી રહ્યા છીએ, એમ પોલીસે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer