કેરળમાં સાધ્વી સાથે દુષ્કર્મનો મામલો વેટિકનના સંજ્ઞાનમાં

તિરુવનંતપુરમ, તા. 15 : કેરળમાં સાધ્વી ઉપર બળાત્કાર મામલે જાલંધરના આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલ સંબંધિત મામલો વેટિકનના સંજ્ઞાનમાં આવ્યો છે. ભારત તરફથી ચર્ચના પ્રતિનિધિ વેટિકનમાં આ મામલે ચર્ચા કરવા  માટે હાજર વે અને કહેવામાં આવે છે. આગામી સમયમાં વેટિકન સમગ્ર મુદ્દે દરમિયાનગીરી કરશે. આ દરમિયાન બળાત્કારના બનાવમાં મિશનરીઝ ઓફ જીસસ સંસ્થાએ કથિત આરોપી બિશપનો બચાવ કર્યો છે. સંસ્થાએ કહ્યું હતું કે, બળાત્કાર પીડિતા માટે આરોપીને મળવું મરવા જેવું હોય છે. તેમ છતા પીડિતાએ બિશપ સાથે 20 વખત યાત્રા કેમ કરી હતી ?
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer