ગંગાને સ્વચ્છ કરવાનો મોટો પ્રોજેક્ટ શાપુરજી પાલનજીને ફાળે

નવી દિલ્હી, તા. 15 : કાનપુરમાં પ્રદૂષિત ગંગા નદીને સ્વચ્છ કરવા ઉત્તર પ્રદેશ સરકારે રૂપિયા 893 કરોડનું ટેન્ડર શાપુરજી પાલનજીને આપ્યું છે. આ ફંડ રૂપિયા 20 હજાર કરોડના નેશનલ મિશન ફોર કલીન ગંગામાંથી ફાળવવામાં આવશે અને તેનો ઉપયોગ નવા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના બાંધકામ અને જૂનાના સમારકામ પાછળ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના કાનપુરનો ગંગામાં પ્રદૂષણ માટેનો મોટો ફાળો છે. 2016માં કાનપુરમાં 450 એમએલડી (મિલિયન્સ લિટર્સ પર ડે) કચરો ઉત્પન્ન થયો હતો. જેમાંથી માત્ર 140 એમએલડીની જ `ટ્રીટમેન્ટ' કરાઈ હતી. સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની 425 એમએલડીની ક્ષમતા હોવા છતાં આમ થયું હતું.
કાનપુરમાં ગંગાનાં પાણીને સ્વચ્છ કરવા શહેરમાં વધુ સારા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની જરૂર છે. આ મિશનનો આ એક મોટો પ્રોજેક્ટ છે એમ નેશનલ મિશન ફોર કલીન ગંગા (એનએમસીજી)ના ડાયરેકટર રાજીવ રંજન મિશ્રાએ જણાવ્યું હતું.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer