ચાર મ્યુ. ફંડ હાઉસે એનએફઓ માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર્સ નોંધાવ્યા

ચેન્નઈ, તા.15 : એક જ દિવસમાં ચાર ફંડ હાઉસ- યુટીઆઈ, બીઓઆઈ-આક્સા, સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ અને મોતિલાલ ઓસવાલે ન્યુ ફંડ અૉફર્સ (એનએફઓ) માટે બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)માં ડ્રાફ્ટ પેપર્સ નોંધાવ્યું છે.  સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ એક ઈક્વિટી સેવિંગ્સ ફંડ લોન્ચ કરવા માગે છે. આ ફંડના રોકાણનો હેતુ ઋણ સાધનોમાં રોકાણનો અને શૅરબજારમાં રોકડ અને આર્બિટ્રેજ બજારમાં તક ઝડપવાનો છે. આ સ્કીમથી 65-90 ટકા રોકાણ શૅર અને શૅર સંબંધિત સાધનો (ઈન્ડેક્સ ફ્યૂચર્સ ડેરિવેટિવ્ઝ, સ્ટોક ફ્યૂચર્સ અને ઈન્ડેક્સ/સ્ટોક અૉપ્શન્સ)માં અને બાકીનો ભાગ શૅરમાં રોકાણનું જોખમ ઘટાડવા માટે થશે. નિશ્ચિત આવક આપતા સાધનો અને નાણાં બજારમાંનું રોકાણ 10-35 ટકા હશે,10 ટકા હિસ્સાનું રોકાણ આરઈઆઈટી/ઈન્વઆઈટીમાં રોકાણ કરવામાં આવશે. પ્રોડક્ટનો બૅન્ચમાર્ક ક્રિસિલ લિક્વિડ ફંડ ઈન્ડેક્સમાં 40 ટકા, ક્રિસિલ શોર્ટ ટર્મ બોન્ડ ફંડ ઈન્ડેક્સમાં 30 ટકા અને નિફ્ટી-50 ઈન્ડેક્સમાં 30 ટકા હશે. 
બીઓઆઈ-આક્સાનું લક્ષ્ય અૉપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમનું છે, આ ફંડ સ્મોલ-કૅપ શૅર્સમાં રોકાણ કરશે. સ્મોલ-કૅપ કંપનીઓના શૅર અને શૅર સંબંધિત સાધનોમાં ઓછામાં ઓછું રોકાણ કુલ અસ્ક્યામતના 65 ટકા હશે. આ ફંડનું બેન્ચમાર્ક નિફ્ટી સ્મોલકૅપ 100 ટોટલ રિટર્ન ઈન્ડેક્સ હશે.
યુટીઆઈ ગ્લોબલ ટી રાં પ્રાઈસ ફંડ્સ- ગ્લોબલ ફોક્સ્ડ ગ્રોથ ઈક્વિટી ફંડ (ટીઆઈરપીએફ)માં રોકાણ કરશે. આ વિદેશી ફંડ મુખ્યત્વે શૅર્સના વિવિધ શૅર્સમાં રોકાણ કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer