હાર્દિકે પાણી પીધું; ઉપવાસના અંતની શક્યતા

હાર્દિકે પાણી પીધું; ઉપવાસના અંતની શક્યતા
શરદ યાદવના હાથે જળગ્રહણ કર્યું : સોશિયલ મીડિયા પર હાર્દિકે કરી વિવાદાસ્પદ ટ્વીટ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 8?: ખેડૂતોની દેવાંમાફી, અલ્પેશ કથીરિયાની મુક્તિ અને પાટીદારોને અનામતની માગણી સામે ઉપવાસ આંદોલન કરી રહેલા પાસ નેતા હાર્દિક પટેલે આજે ઉપવાસના 15મા દિવસે એસ.જી.વી.પી. હોસ્પિટલમાં બિહાર જદ (યુ)ના પૂર્વ નેતા શરદ યાદવના હાથે જળ ગ્રહણ કર્યું હતું. જો કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર અને પ્રવક્તા મનોજ પનારાએ જણાવ્યું હતું કે, શરદ યાદવના આગ્રહથી જળ ગ્રહણ કર્યું છે, પરંતુ હાર્દિકના ઉપવાસ ચાલુ છે. આ પહેલાં હાર્દિકની તબિયત લથડતાં પ્રથમ સોલા સિવિલ હોસ્પિટલ અને બાદમાં એસ.જી.વી.પી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમ, હાર્દિક આમરણાંત ઉપવાસ પૂર્ણ કરે તેવા સંજોગો પણ દેખાઇ રહ્યા છે. જો કે, સરકાર હજુ તેના વલણમાં અડગ છે. દરમ્યાન, હાર્દિકે સોશિયલ મીડિયા પર એવી વિવાદાસ્પદ ટિવટ કરી હતી કે ભાજપના ગુંડાઓને હું મરું તો પણ કોઇ? ફરક પડતો નથી.
હાર્દિકે જળત્યાગ 24 કલાકથી વધારે સમય બાદ ફરી જળ ગ્રહણ કરીને હાર માની લીધી હોય તેવી રીતે તેના સાથીદાર એવા પનારાએ જણાવ્યું હતું કે, હાર્દિક હવે ડોક્ટરના કહેવાથી જમવાનું શરૂ? કરશે. પનારાએ કહ્યું હતું કે, ડોક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે, પાણી પીવું જરૂરી છે, નહીં તો કિડનીમાં ઇન્ફેક્શન થઇ? શકે છે. ડોક્ટરની સલાહ, શરદ યાદવની સમજાવટ બાદ હાર્દિકે પાણી પીધું છે. સરકાર તરફથી વિધિગત અમારી ટીમને કોઇ?આમંત્રણ અપાયું ન હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer