બુધવારથી ગાયબ બૅન્ક એક્ઝિક્યુટિવની કાર નવી મુંબઈમાં તરછોડાયેલી હાલતમાં મળી

બુધવારથી ગાયબ બૅન્ક એક્ઝિક્યુટિવની કાર નવી મુંબઈમાં તરછોડાયેલી હાલતમાં મળી
કારની પાછલી સીટ પર લોહીના ડાઘ અને ચાકુ મળી આવતાં પરિવાર ચિંતિત

મુંબઈ, તા.8 (પીટીઆઇ) : બુધવારથી ગાયબ મલબાર હિલમાં રહેતા 39 વર્ષના બૅન્ક એક્ઝિક્યૂટિવ સિદ્ધાર્થ સંઘવીની કાર નવી મુંબઈમાં તરછોડાયેલી હાલતમાં મળી આવી છે અને કારની પાછળની સીટમાં લોહીના ડાધ પણ હોવાનું પોલીસે આજે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે સંઘવી જાણીતી ખાનગી બૅન્કની કમલા મિલ્સ કંપાઉન્ડમાં આવેલી શાખામાં ફરજ પર છે અને બુધવારે રાત સુધી ઘરે નહોતા પહોંચ્યા તેથી પરિવારે સંઘવી ગાયબ હોવાની ફરિયાદ પરેલના એન એમ જોશી માર્ગ પોલીસ સ્ટેશને નોંધાવી હતી.
પોલીસે માહિતી આપી હતી કે શુક્રવારે સંઘવીની અૉફિસે જવાની કાર કોપરખૈરાણેની એક ગગનચૂંબી ઇમારત નજીક તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી. ચિંતાની વાત એ છે કે કારની પાછલી સીટ પર એક ચાકૂ અને લોહીના ડાઘ પણ મળી આવ્યા છે. હવે આ કેસની તપાસમાં નવી મુંબઈ પોલીસ પણ જોડાઇ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer