એક્સ્ચેન્જ ઇકોસિસ્ટમમાં આગળ જતાં કૉન્સોલિડેશનની સંભાવના

મુંબઈ, તા. 8 : બજાર નિયામકના નિર્દેશને આધારે આગામી સમયમાં એક્સચેન્જ સાથે સંકળાયેલા નીતિનિયમનોમાં યુનિફાઈડ પ્રોડક્ટ્સ અને કામકાજના સમયમાં કરેલા વિસ્તારને પગલે રસપ્રદ ફેરફારો જોવા મળશે. શૅરબજારોએ પણ આ બાબત માટે સજ્જ રહેવાની આવશ્યકતા રહેશે. એક્સચેન્જ ઇકોસિસ્ટમમાં આગળ જતાં અમુક હદે કોન્સોલિડેશનની સંભાવના પણ ચર્ચાઈ રહી છે.
આ નાણાકીય વર્ષે એક્સચેન્જમાં ટ્રેડિંગને લગતા વાતાવરણમાં મોટા ફેરફારોની અપેક્ષા છે. મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ (એમએસઇ)ના ઇન્ટરિમ સીઈઓ બાલુ નાયર જણાવે છે કે, આ ફેરફારો વ્યવસાય વિસ્તૃત કરવા માટે ઘણી તક આપે છે, જો કે તેની જ સાથે એ માટે નોંધપાત્ર સંસાધનોની પણ આવશ્યકતા પડશે. આથી, એક્સચેન્જ એવો માર્ગ શોધી રહ્યું છે કે જે સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ સાથે વળતરમાં પણ વધારો કરાવી શકે.
એક્સચેન્જ ઇકોસિસ્ટમમાં આગળ જતાં અમુક હદે કોન્સોલિડેશનની સંભાવના પણ જણાઈ રહી છે. એક્સચેન્જ ટ્રેડેડ માર્કેટ્સ મહત્ત્વપૂર્ણ સંસાધનોનું સંકલન દ્વારા તેની બચત માટે વિશાળ તક ઉપલબ્ધ છે. કોન્સોલિડેશન માટે આવા વિકલ્પો હોઈ શકે છે, પરંતુ પોસ્ટ ટ્રેડ સાઈડ અનેક તક છે. જેમ કે, એક્સચેન્જની સબસિડી મેટ્રોપોલિટન ક્લિયરિંગ કૉર્પોરેશન અૉફ ઇન્ડિયા લિમિટેડ (એમસીસીઆઈએલ) સેબીની માન્યતાપ્રાપ્તિ સાથેની ડિફોલ્ટ ફ્રી સેટલમેન્ટનો ખાતરીપૂર્વકનો ટ્રેકરેકર્ડ ધરાવે છે. એક્સચેન્જ, એમસીસીએલ દ્વારા પોસ્ટ ટ્રેડ સ્પેસીસ આવી તક ઝડપવાનું આયોજન ધરાવે છે. એક્સચેન્જ આ બદલાઈ રહેલી પરિસ્થિતિમાં આગળ વધવા માટે અને ગતિ વધારવા માટે નવી ઓફરિંગ્સ પર ધ્યાન આપી રહ્યું છે. એક્સચેન્જ ડેટ, આઈઆરએફ અને કરન્સી સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તેમાં વિપુલ સંભાવનાઓ છે. ઉપરાંત ફોકસ ઇક્વિટી બલ્ક અને બ્લોક ડીલ પર રહેશે અને કેટલાક અસરકારક ઉપાયો ઇક્વિટી સેગમેન્ટને પુન: ચેતનવંતુ બનાવવામાં મદદ કરશે. એક્સચેન્જ ટૂંક સમયમાં તેના મુખ્ય ઇન્ડેક્સ એસએક્સ 40ને રિલોન્ચ કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer