ફૈઝાબાદમાં અજાણ્યા વૃદ્ધાના વારસ બની જિલ્લાધિકારીએ કર્યા અંતિમ સંસ્કાર

ફૈઝાબાદ, તા. 8 : ઉત્તરપ્રદેશના ફૈઝાબાદના કલેક્ટરે નિરાધાર વૃદ્ધનો આખરી આધાર બનીને માનવતાની એક મિસાલ રજૂ કરી છે.  જેમાં માર્ગના કિનારે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા વૃદ્ધાને જિલ્લાધિકારી અનિલ કુમાર પાઠક હોસ્પીટલે લઈ ગયા હતા અને સારવાર શરૂ કરાવી હતી. જો કે સારવાદ દરમિયાન વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. બન્ને એક બીજાથી અજાણ હતા પણ એક મહિના ચાલેલી સારવાર  દરમિયાન જિલ્લાધિકારી પાઠક અને ઈજાગ્રસ્ત વૃદ્ધા વચ્ચે સંવેદનાનો સંબંધ બંધાઈ ગયો હતો. જેના કારણે અનિલ કુમાર પાઠકે વૃદ્ધાને મુખાગ્ની આપી હતી અને અંતિમ સંસ્કાર કર્યા હતા. પાઠકે કહ્યું હતું કે, એક માણસ તરીકે આ તેમની જવાબદારી હતી. હોસ્પિટલમાં વૃદ્ધાની સારવાર દરમિયાન તેમને કોઈ મળવા આવ્યું નહોતું. જેના કારણે ગુમ નોંધ દાખલ કરાવવામાં આવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer