યુવાન ઉદ્યોગપતિ અનંત બજાજનું હૃદયરોગના હુમલાથી નિધન : ઉદ્યોગજગત સ્તબ્ધ

યુવાન ઉદ્યોગપતિ અનંત બજાજનું હૃદયરોગના હુમલાથી નિધન : ઉદ્યોગજગત સ્તબ્ધ

મુંબઈ, તા. 11 : પ્રખ્યાત ઉદ્યોગપતિ રાહુલ બજાજના ભત્રીજા અને બજાજ ઈલેક્ટ્રિકલ્સના મૅનેજિંગ ડિરેક્ટર 41 વર્ષીય અનંત બજાજનું શુક્રવારે હૃદયરોગના તીવ્ર હુમલાને કારણે મુંબઈમાં નિધન થયું હતું. શનિવારે સવારે કાલબાદેવીમાં આવેલ ચંદનવાડી સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 
અનંત બજાજનો જન્મ 18 મે, 1977માં મુંબઈમાં થયો હતો. તેઓ હસારામ રુજુમલ કૉલેજ અૉફ કૉર્મસ ઍન્ડ ઈકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએટ થયા હતા અને એસ.પી. જૈન ઈન્સ્ટિટયૂટ અૉફ મૅનેજમેન્ટ ઍન્ડ રિસર્ચમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હતી. તેમણે 1999માં બજાજ ઈલેક્ટ્રિકલ્સમાં પ્રોજેક્ટ કો-અૉર્ડિનેટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. રાંજણગાવમાં 2001માં કંપનીનો પ્લાન્ટ નાખવામાં આવ્યો જેમાં તેમનો મોટો ફાળો રહ્યો હતો. બે મહિના પહેલાં જ તેમની બજાજ ઈલેક્ટ્રિકલ્સના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બજાજનું યુવાન વયે નિધન થતાં ઉદ્યોગ ક્ષેત્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer