ચોમાસું સત્રની પૂર્વસંધ્યાએ એનડીએના ઘટક પક્ષોની બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે

ચોમાસું સત્રની પૂર્વસંધ્યાએ એનડીએના ઘટક પક્ષોની બેઠક  વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે
પ્રમોદ મુઝુમદાર તરફથી  નવી દિલ્હી, તા. 14 : સંસદનું ચોમાસું સત્ર શરૂ થવાના એક દિવસ અગાઉ એટલે કે 17 જુલાઈના એનડીએના ઘટક પક્ષોના નેતાઓની બેઠક યોજવામાં આવી છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહેશે.  સંસદનું ચોમાસું સત્ર 18 જુલાઈથી  શરૂ થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી શાસક પક્ષ અને વિરોધ પક્ષોના નેતાઓનાં નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે કે, આ સત્ર શોરબકોર અને ધાંધલધમાલ ભર્યું રહેશે. સત્ર પૂર્વે 17 જુલાઈના સ્થાપિત પ્રથા પ્રમાણે લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને સર્વે પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. જેમાં સંસદની કાર્યવાહી સરળતાથી ચાલે તે માટે વિચારવિમર્શ થશે. સંસદનું છેલ્લું સત્ર આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે તેમ જ અન્ય મુદ્દે તથા કૉંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસને કારણે ધોવાઈ ગયું હતું.  મોદી સરકાર વતી સંસદીય બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન વિરોધ પક્ષોના મુખ્ય નેતાઓને મળીને તેમની સાથે સંવાદ કરી રહ્યા છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer