અહો આશ્ચર્યમ્ : બૅન્કિંગ ઈતિહાસનો સૌથી મોટો નફો દર્શાવશે પીએનબી !

નવી દિલ્હી, તા. 14:  જાન્યુઆરી-માર્ચનાં ત્રિમાસિક ગાળામાં પ367 કરોડ રૂપિયાની ખોટનો ઈતિહાસ સર્જી દેનાર કૌભાંડગ્રસ્ત પંજાબ નેશનલ બેન્ક હવે આશ્ચર્યજનક ઢબે જૂન-સપ્ટેમ્બર ત્રિમાસિક સમયમાં પ હજાર કરોડ રૂપિયાનો નફો દેખાડવાની તૈયારીમાં છે.   રિઝર્વ બેન્કનાં નિર્દેશાનુસાર નીરવ મોદીનાં કૌભાંડ પછી બેન્કને 3281 કરોડની પ્રોવિઝનીંગ વધારાની 11380 કરોડ રૂપિયા કરવી પડી હતી. જેને પગલે બેન્કની ખાતાવહીમાં ખોટ આવી હતી.   પરંતુ હવે પીએનબી ભારતનાં બેન્કિંગ ઈતિહાસમાં ત્રિમાસિક ગાળાનો સૌથી તગડો નફો દર્શાવવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer