સેક્રેડ ગેમ્સ વિવાદ : રાહુલે કહ્યું, મારા પિતાએ દેશ માટે જીવ આપ્યો

નવી દિલ્હી, તા. 14: નેટફ્લિક્સની વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની છબી ખોટી રીતે પ્રદર્શિત કરવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમના પિતા રાજીવ ગાંધી દેશ માટે જીવ્યા હતા અને દેશ માટે મૃત્યુ પામ્યા હતા. કોઈ કાલ્પનિક કાર્યક્રમથી આ હકીકત બદલાઈ શકે નહીં. રાહુલે પોતાના ટ્વિટમાં ભાજપ અને આરએસએસને નિશાને લેતા એમ પણ કહ્યું હતું કે, ભાજપ - આરએસએસ અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર નિયંત્રણ ઈચ્છે છે. જ્યારે તેમનું માનવું છે કે, આઝાદી પાયાનો લોકતાંત્રિક અધિકાર છે. બીજી તરફ સેક્રેડ ગેમ્સ સિરિઝનો મામલો અદાલત સુધી પહોંચ્યા બાદ આગામી 16મી જુલાઈના રોજ અરજી ઉપર સુનાવણી થવાની છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer