નોટબંધીની જેમ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો નિર્ણય કેમ ત્વરિત નથી લેવાતો? : ઉદ્ધવ

નોટબંધીની જેમ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો નિર્ણય કેમ ત્વરિત નથી લેવાતો? : ઉદ્ધવ
પુણે, તા.14 (પીટીઆઇ) : મોદી સરકારે રાતોરાત નોટબંધીનો નિર્ણય લઇને તેનો અમલ કરાવ્યો તેમ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ત્વરિત નિર્ણય કેમ નથી લેતી? એવો સવાલ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે કર્યો હતો. પુણેમાં પાર્ટીના કાર્યકરોની સાથે બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ઠાકરેએ કહ્યું હતું કે ભાજપ ચૂંટણી અગાઉ રામ મંદિર, દેશમાં સમાન કાનૂન તેમ જ જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણની 370મી કલમ ઉઠાવી લેવાની વાતો કરે છે, પરંતુ આ જરૂરી કામ વર્ષ 2019માં કે વર્ષ 2050માં કરશે એની કોઇ સ્પષ્ટતા નથી કરતો. નોટબંધીનો નિર્ણય રાતોરાત લઇને તેનો અમલ કરાવ્યો તેમ મોદી સરકાર અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનો ત્વરિત નિર્ણય કેમ નથી કરતી? એવો સવાલ પણ ઠાકરેએ ઉઠાવ્યો હતો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer