પાલિકાની ઠેકડી ઉડાવતું કૉંગ્રેસનું `આઓ ખડ્ડે ગીને'' કેમ્પેન બાંદરા પહોંચ્યું

પાલિકાની ઠેકડી ઉડાવતું કૉંગ્રેસનું `આઓ ખડ્ડે ગીને'' કેમ્પેન બાંદરા પહોંચ્યું
મુંબઈ, તા.14 (પીટીઆઇ) : કૉંગ્રેસે રોડ પરના ખાડાઓ અંગે મુંબઈ પાલિકાની ઠેકડી ઉડાડતી `આઓ ખડ્ડે ગીને' ઝુંબેશ ઉપાડી છે. આજે કૉંગ્રેસી કાર્યકરો ઢોલ-ત્રાંસા સાથે બાંદરામાં ફર્યા હતા અને ખાડા નજીક જોરશોરથી ઢોલ વગાડીને લોકોને એકઠા કરીને પાલિકાની ટીકા કરી હતી.   મુંબઈમાં રોડ પરના ખાડાઓની સંખ્યામાં અગાઉની તુલનામાં ઘટાડો થયો છે, એવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવેદન બાદ કૉંગ્રેસે ગુરુવારથી આ ઝુંબેશ શરૂ કરી છે. મુંબઈ કૉંગ્રેસના પ્રમુખ સંજય નિરૂપમે આજે જણાવ્યું હતું કે જો પાલિકા દેશની આર્થિક રાજધાની મુંબઈના રોડ ખાડામુક્ત ન કરી શકતી હોય તો શિવસેના અને ભાજપે સત્તા છોડી દેવી જોઇએ. પાલિકા કમિશનર અજૉય મેહતાએ ગુરુવારે આશ્વાસન આપ્યું હતું કે પાલિકા 48 કલાકમાં રોડના ખાડાઓ પૂરવાનું કામ કરી બતાવશે, નિરૂપમે કમિશનરના આ નિવેદનની પણ ઠેકડી ઉડાવી હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer