કડોમપાના કર્મચારીઓની રજાઓ રદ ત્રણ દિવસમાં ખાડા પૂરવાનો મેયરનો આદેશ

કડોમપાના કર્મચારીઓની રજાઓ રદ   ત્રણ દિવસમાં ખાડા પૂરવાનો મેયરનો આદેશ
કલ્યાણ, તા.14 : મુંબઈની જેમ કલ્યાણ-ડોમ્બિવલીની સડકો પર પણ ઠેર-ઠેર ખાડાથી જનતા પરેશાન છે. કલ્યાણમાં એક ખાડાએ ચાર વ્યક્તિનો જીવ લીધાં બાદ ચોમેર ટીકામારાથી કલ્યાણ-ડોમ્બિવલી પાલિકા (કડોમપા)  સફાળી જાગી છે. મેયરે શુક્રવારે પાલિકાના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરીને ત્રણ દિવસમાં પાલિકાની હદમાં રોડ પરના ખાડાઓ પૂરવાનો આદેશ કર્યો હતો. આ પ્રમાણે આજે દિવસભર પાલિકાના કર્મચારીઓ કલ્યાણ-ડોમ્બિવલીમાં ફરીને રોડ પરના ખાડાઓની નોંધ કરી રહ્યા હતા અને આવતી કાલથી આ ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરાશે એમ પાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું.     

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer