વન વિભાગે 60 દરિયાઈ કાચબા ઉગારી લીધા

વન વિભાગે 60 દરિયાઈ કાચબા ઉગારી લીધા
મુંબઈ, તા. 14 : થાણેના વન વિભાગે ગયા સપ્તાહમાં 60 દરિયાઈ કાચબાઓને ઉગારી લીધા હતા.  દિલ્હીના ટ્રાફિક ઈન્ડિયાની ખાસ ગુપ્ત માહિતી મળ્યા બાદ વન વિભાગે દરોડા પાડયા હતા અને આ પ્રતિબંધિત પ્રાણીઓના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા કેટલાક લોકોની ધરપકડ કરી હતી.  પુણેનું વૉટસઍપ ગ્રુપ આ જાતનો વેપાર કરે છે એવી ગુપ્ત બાતમી મળ્યા બાદ અમે એક મહિલાની ધરપકડ કરી હતી, એમ ડેપ્યુટી કન્ઝર્વેટર અૉફ ફોરેસ્ટ (થાણે) જિતેન્દ્ર રામગાંવકરે જણાવ્યું હતું.  6 જુલાઈથી વન વિભાગે ભાંડુપ, થાણે, નાહુર અને મલાડ ખાતે કાર્યવાહી હાથ ધરી હતી અને કાચબાના વેપારમાં સંડોવાયેલા કેટલાક શખસોની ધરપકડ કરી હતી.  પકડાયેલા શખસો પાળેલા પ્રાણીઓની દુકાન ધરાવે છે અને તેઓ એ વાત જાણે છે કે કાચબાનો વેપાર કરવો ગેરકાયદે છે.  વન વિભાગે ભાંડુપ ખાતેથી 17, થાણે ખાતેથી 24, નાહુર ખાતેથી 10 અને મલાડ ખાતેથી 14 કાચબાઓને ઉગારી લીધા હતા.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer