શુક્રવારે રાત્રે થાણે જિલ્લાની ધરા ધ્રૂજી ભૂકંપના હળવા આંચકાથી ગભરાટ

શુક્રવારે રાત્રે થાણે જિલ્લાની ધરા ધ્રૂજી  ભૂકંપના હળવા આંચકાથી ગભરાટ
થાણે, તા. 14 (પીટીઆઇ) : શુક્રવારે રાત્રે લગભગ સાડા નવ વાગ્યે થાણે જિલ્લાના ડોમ્બિવલી, કલ્યાણ, ઉલ્હાસનગર અને ભીવંડી સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. ભૂકંપના કારણે કેટલાય લોકો ભયભીત થઇને પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.  કલ્યાણ-ડોમ્બિવલી મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારી અસ્મિતા નિકમે આજે જણાવ્યું હતું કે ભૂકંપ થયાની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે અને હજુ સુધી આનાથી કોઇ પણ પ્રકારની નુકસાનીના સમાચાર મળ્યા નથી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer