વિદેશી હૂંડિયામણની અનામત 2482 લાખ ડૉલર ઘટી

મુંબઈ, તા. 14 : ભારતની વિદેશી હૂંડિયામણની અનામત 6ઠ્ઠી જુલાઈ, '18ના 2482 લાખ ડૉલર ઘટીને 405.810 અબજ ડૉલર રહી હતી. રિઝર્વ બૅન્કના આંકડા મુજબ વિદેશી ચલણોની અસ્કયામત (એફપીએ) જે હૂંડિયામણની અનામતમાં મુખ્ય અંગ ગણાય છે તે આગલા સપ્તાહની તુલનામાં 739 લાખ ડૉલર વધીને 380.792 અબજ ડૉલર થઈ હતી. એફપીએ મુખ્ય વિદેશી ચલણો ડૉલર, યુરો, પાઉન્ડ અને જાપાનીઝ યેનમાં યથાવત્ જળવાઈ રહી હતી.  મેમાં રિઝર્વ બૅન્ક દ્વારા ડૉલરનું નેટ વેચાણ 5.7 અબજ ડૉલર રહ્યું હતું, જે પાંચ વર્ષમાં સૌથી વધુ ગણાય. સોનાની અનામત 3299 લાખ ડૉલર ઘટી 21.039 અબજ ડૉલરની રહી હતી, તો સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટસ (એસડીઆર) 29 લાખ ડૉલર વધીને 1.489 અબજ ડૉલર રહ્યા હતા.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer