હવે ``િહન્દુ-પાકિસ્તાન?''''

હવે ``િહન્દુ-પાકિસ્તાન?''''
કૉંગ્રેસી સંસદસભ્ય શશી થરૂરે `િહન્દુ પાકિસ્તાન'નો વિવાદ શા માટે શરૂ કર્યો છે? આ વિવાદ સેક્યુલરવાદનું નવું સ્વરૂપ છે? બીજી બાજુ અયોધ્યામાં સરયૂ નદીના તટ ઉપર નમાઝ પઢવાનો કાર્યક્રમ આરએસએસના - રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા યોજાયો હતો તેની સામે પ્રવીણ તોગડિયા અને એમના ટેકેદારોએ વિરોધ કરતાં નમાઝનું સ્થળ બદલવું પડયું. ત્રીજા ખૂણે - ઝારખંડમાં ખ્રિસ્તી-મિશનરીઝ અૉફ ચૅરિટી દ્વારા સંચાલિત નિર્મલ હૃદય ગૃહ સામે નવજાત બાળકોને વેચવામાં આવે છે એવા કેસ પકડાયા પછી તપાસ શરૂ થઈ છે, તો બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી કહે છે કે મધર ટેરેસાની `ચૅરિટી'ને બદનામ કરવાનું આ બીજેપીનું કાવતરું છે.  લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેથી આવા વિવાદ શરૂ થઈ રહ્યા છે. ભાજપના પ્રમુખ અમિત શાહે બુદ્ધિજીવીઓ સાથે સંપર્ક શરૂ કર્યો છે તેવી રીતે રાહુલ ગાંધીએ પણ સમાજના વિવિધ વર્ગો સાથે સંવાદ શરૂ કર્યો છે. તાજેતરમાં તેમણે મુસ્લિમ અગ્રણીઓ સાથે આવી મુલાકાત કરી ત્યારે એમણે ચૂંટણી દરમિયાન મંદિરોનાં દેવદર્શન કર્યાં તે બાબત પ્રશ્ન પૂછવામાં આવ્યો. એવો પ્રશ્ન પણ પુછાયો કે કૉંગ્રેસે ઘણી ભૂલો કરી છે - તે હવે સુધારવા માગે છે? અલબત્ત, રાહુલ ગાંધીએ એવો ખુલાસો કર્યો કે મસ્જિદો અને ચર્ચની મુલાકાત લીધી છે - પણ મીડિયાએ તેની નોંધ લીધી નથી.  આ સંદર્ભમાં શશી થરુરે `િહન્દુ પાકિસ્તાન'નો વિવાદ છેડયો છે તે સૂચક છે. જાહેરસભામાં એમણે કહ્યું છે કે લોકસભામાં ભાજપને ફરીથી આવી બહુમતી મળે અને રાજ્યસભામાં પણ બહુમતી થાય તો ભાજપ અત્યારના સંવિધાનના ટુકડા કરીને ફેંકી દેશે અને નવું સંવિધાન બનાવશે જેમાં `િહન્દુ રાષ્ટ્ર'ને મહત્ત્વ અપાશે અને લઘુમતીઓના સમાન હક - અધિકારો રદ કરશે. આ રીતે `િહન્દુ પાકિસ્તાન' બનાવશે...'  કૉંગ્રેસના પ્રવક્તાએ `નેતાઓએ શબ્દો વિચારીને વાપરવા જોઈએ' એટલું જ કહ્યું. શશી થરુરના નિવેદનને રદિયો આપ્યો નથી અને આવાં નિવેદન નહીં કરવાનું પણ જણાવ્યું નથી. જ્યારે ભાજપે તીવ્ર પ્રત્યાઘાત આપ્યા છે કે હિન્દુઓને બદનામ કરવાની કૉંગ્રેસની નીતિ-વ્યૂહ છે - હિન્દુ આતંકવાદના આક્ષેપ સુશીલકુમાર શંદે, ચિદમ્બરમ અને રાહુલ ગાંધીએ કર્યા છે તે પછી શશી થરુરે હિન્દુ-પાકિસ્તાન અને લઘુમતીના અધિકારો રદ થવાની વાત કરી છે! માર્ક્સવાદી નેતા - `કૉંગ્રેસના ચાણક્ય' સિતારામ યેચુરી તો કહે છે સૌથી પહેલાં અમે વડા પ્રધાનને દેશને પાકિસ્તાન બનાવવાના પ્રયાસ સામે ચેતવણી આપી હતી!  શશી થરુર ભલે કહેતા હોય - પણ ભારતીય સંવિધાનને ફગાવીને નવું સંવિધાન લખવાનું આસાન નથી. ઇમર્જન્સીમાં ઇન્દિરા ગાંધીએ સંવિધાનમાં સુધારા કરાવ્યા અને જનતા સરકારે પણ ભવિષ્યમાં કોઈ સરકાર સંવિધાનનો દુરુપયોગ કરે નહીં તેની ખાતરી આપી. સરકાર ગમે તે આવે અને જાય, વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા છે - ભારત પાકિસ્તાન જેવું નથી અને કોઈ ધારે તોપણ બની શકે નહીં.  લઘુમતીઓને ભડકાવવા માટે ભલે એવી વાત ફેલાવાય કે હિન્દુઓ સાથે સમાન હક રદ થશે - હકીકતમાં ખુદ મુસ્લિમ સમાજમાં મહિલાઓને થતો અન્યાય દૂર કરીને સમાન-હક આપવાની શરૂઆત થઈ રહી છે તે રૂઢિચુસ્ત અગ્રણીઓને સ્વીકાર્ય નથી.  સંવિધાન બદલવાની અને ભારતને હિન્દુ-પાકિસ્તાન બનાવવાની વાતો ચૂંટણી-લક્ષી છે અને સત્તા મેળવવા માટે આવી વાત - અને પ્રચાર થાય તે રાષ્ટ્રહિતમાં નથી. આવી જ રીતે અયોધ્યાના વિવાદનું સમાધાન - બન્ને પક્ષોને સ્વીકાર્ય હોય તેવું સમાધાન શક્ય છે, પણ સુપ્રીમ કોર્ટમાં સમાધાનકારી ચુકાદો રોકવાના પ્રયાસ થઈ રહ્યા છે અને અયોધ્યામાં ભાઈચારો છે ત્યાં ભંગાણ પડાવવાના પ્રયાસ થાય છે. સરયૂ નદીના તટ ઉપર નમાઝ પઢાય  `વઝૂ' થાય - હાથ-પગ ધોવાય - તો નદી અપવિત્ર થઈ જાય એવી વાત યોગ્ય નથી. નદીમાં જળપ્રવાહિત છે અને સૈકાઓથી મુસ્લિમ પરિવારો રામલલ્લાનાં વત્રો-આભૂષણો બનાવે છે ત્યારે રામલલ્લા શું `અભડાઈ' ગયા? સત્તાની લોલુપતા રાષ્ટ્રહિતને અભડાવે છે! પ્રવીણ તોગડિયાના વાંધા-વિરોધ અને ગુસ્સામાં `િવરોધની વસૂલાત' સમજી શકાય છે પણ તે સ્વીકાર્ય નથી.  સેક્યુલરવાદ અને ધર્મવાદ - બન્ને પક્ષોએ લક્ષ્મણરેખા જાળવવી જ પડશે.  આ દરમિયાન, મહારાષ્ટ્ર સરકાર ઉપર કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો આક્ષેપ છે કે કૉલેજોમાં ભગવદ્ ગીતા આપવામાં આવનાર છે! હકીકતમાં એક ખાનગી ટ્રસ્ટે રાજ્ય સરકાર પાસે આવી રજૂઆત કરી અને સરકારે કૉલેજોની યાદી આપી. અન્ય કોઈ જો પવિત્ર કુર્રાન અથવા બાઇબલ આપવા માગે તો એમને પણ આવી યાદી મળી શકે.  મમતાને તો હવામાં પણ ભાજપનું ભૂત દેખાય છે! બાળકો પચાસ હજારથી દોઢ લાખ રૂપિયામાં વેચાય તેનો વાંધો નથી! કેરળમાં પાદરીઓ બળાત્કાર બદલ પકડાય તો તે ભાજપનો આદેશ છે? એમ તો આવા હિન્દુ-બાવા-સાધુ પકડાયા છે કે નહીં? આસારામ અને પંજાબના રામરહિમનો કેસ મમતા બેનરજીને યાદ નથી?   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer