અમરનાથ યાત્રા બે દિવસ બંધ રહ્યા બાદ ફરીથી શરૂ

અમરનાથ યાત્રા બે દિવસ બંધ રહ્યા બાદ ફરીથી શરૂ

51 વાહનોમાં જાત્રાળુઓને રવાના કરાયા : અત્યાર સુધી 73,023 શ્રદ્ધાળુએ દર્શન કર્યાં
 
જમ્મુ,તા. 7: વાર્ષિક અમરનાથ યાત્રા બે દિવસના બ્રેક બાદ આજે ફરીથી શરૂ કરવામાં આવી હતી. 2203 શ્રદ્ધાળુઓનો નવો કાફલો 51 વાહનોમાં આજે વહેલી પરોઢે રવાનો કરવામા ંઆવ્યો હતો. જો કે બાલટાલ માટે નોંધણી કરાવી ચુકેલા શ્રદ્ધાળુઓને હજુ સુધી મંજુરી આપવામાં આવી નથી. આજે પહેલગામ બેઝ કેમ્પ માટે 2203 શ્રદ્ધાળુઓને રવાના કરાયા હતા. ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે આ વખતે અમરનાથ યાત્રામાં ગયેલા શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.  બે બેઝ કેમ્પ સહિત જુદા જુદા માર્ગો અને સ્થળ પર 30 હજારથી વધારે શ્રદ્ધાળુઓ હાલમાં અટવાઇ પડયા છે. 
અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી 73 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શક્યા છે.  દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા 73023 નોંધાઇ છે.જમ્મુ કાશ્મીરમા ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા ઉપર પ્રતિકુળ અસર થઇ છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે.  હાલમાં  પહેલગામ અને બાલતાલમાં યાત્રાને રોકી દેવામાં આવી હતી.  કાશ્મીર ખીણમાં અધિકારીઓએ ખરાબ હવામાન હોવાના લીધે યાત્રાને રોકી દીધી હતી. પોલીસે કહ્યું છે કે, બાલતાલ અને પહેલગામ બંને બેઝકેમ્પ ખાતે યાત્રા રોકી દેવામાં આવી હતી. જો કે હવે પહેલગામ માટે શ્રદ્ધાળુઓને રવાના કરાયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer