કલ્યાણ, ડોમ્બિવલી અને ઉલ્હાસનગરને વરસાદે ધમરોળ્યાં

કલ્યાણ, ડોમ્બિવલી અને ઉલ્હાસનગરને વરસાદે ધમરોળ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી
કલ્યાણ, તા. 7 : કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગર અને અંબરનાથ તથા ભિવંડીમાં શનિવારે ભારે વરસાદ પડયો હતો. સવારે 58 મિમી નોંધાયો હતો, પણ બપોર પછી 168 મિમીનો આંકડો વટાવી લીધો હતો. ભારે વરસાદમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડયાં હોવાના બનાવ બન્યા હતા, પરંતુ કોઈને ઈજા નહોતી થઈ. ભારે વરસાદ બાદ ઉલ્હાસ નદીમાં પૂર આવતાં કિનારે રહેનારાઓને સતર્ક રહેવાની ચેતવણી સત્તાવાળાઓએ આપી છે.
દરમિયાન કલ્યાણની ઉલ્હાસ નદીમાં પૂર આવતાં એ જોવા ગયેલો એક ટીનેજર પગ લપસતાં તણાઈ ગયો હતો, પણ ફાયરબ્રિગેડે તેને ઉગારી લીધો હતો. સાવચેતી ખાતર મુરબાડનો કલ્યાણ-ખોપોલી રોડ થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો. કલ્યાણ-ભિવંડી રોડ પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદનાં પાણી ભરાતાં સવારના સમયે ટ્રેનો કલાકથી વધુ સમય મોડી પડી હતી. કલ્યાણ-ડોમ્બિવલીના તહસીલદારે લોકોને વરસાદમાં બહાર ન નીકળવાની તથા સાવચેત રહેવાની સૂચના આપી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer