રાજસ્થાનમાં પ્રતિલિટર રૂા. 3000ની કિંમતે વેચાતું ઊંટનું દૂધ

રાજસ્થાનમાં પ્રતિલિટર રૂા. 3000ની કિંમતે વેચાતું ઊંટનું દૂધ

અમેરિકામાં માગ વધતાં રાજસ્થાની ઊંટમાલિકોનાં ભાગ્ય ખૂલ્યાં
 
નવી દિલ્હી, તા. 7 : દેશના અલગ અલગ વિસ્તારોમાં દૂધ 52 - 55 રૂપિયા પ્રતિલિટરના ભાવે મળે છે પરંતુ રાજસ્થાનના લોકોને 1 લીટર દૂધના બદલામાં 3000 રૂપિયાની આવક થઈ રહી છે. જો કે આ દૂધ ઊંટનું છે. જેની અમેરિકામાં જોરદાર માગ છે. કેમલ મિલ્ક અને તેમાં બનતા મિલ્ક પાઉડરની માગ અમેરિકામાં સતત વધી રહી છે અને તેના જ કારણે એક લીટર દૂધની કિંમત 50 ડોલરે પહોંચી છે. 
અમેરિકાના ગ્રાહકો લીટર દૂધના 3000 રૂપિયા આપી રહ્યા હોવાથી રાજસ્થાનના ઊંટ માલિકો બીકાનેર, કચ્છ અને સુરતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટોને દૂધ વેંચે છે. જ્યાં ઊંટના દૂધને 200 મીલીના ટેટ્રા પેકમાં વેંચવામાં આવે છે. જ્યારે પ્રોસેસ્ડ પાઉડરને 200 અને 500 ગ્રામના પેકેટમાં તૈયાર કરવામાં આવે છે. ત્યારપછીના તબક્કાને ઈકોમર્સે સરળ બનાવી છે. જેના પરિણામે એક કંપની એમેઝોન ડોટ કોમ ઉપર દર મહિને 6000 લીટર કેમલ મિલ્ક વેંચે છે. લોકોનું માનવું છે કે, ઊંટનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદારૂપ છે. ઈરાનની મસાદ યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના શોધકર્તાઓએ કહ્યું હતું કે, ઊંટના દૂધમાં ગાયના દૂધની તુલનાએ લેક્ટોઝ નામનું દ્રવ્ય ઓછું હોવાથી લોકો માટે એક સારો વિકલ્પ છે. આ ઉપરાંત ડાયેરિયાનું કારણ બનતા વાઈરસનો પણ એક અસરકાર ઉપચાર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer