જાપાનમાં આભેથી આફત વરસી : 38નાં મોત, 16 લાખ બેઘર

જાપાનમાં આભેથી આફત વરસી : 38નાં મોત, 16 લાખ બેઘર

ટોકયો, તા. 7 : તોફાની વરસાદરૂપે આભેથી આફત વરસતાં અનેક વિસ્તારોમાં જાપાનનું જનજીવન તારાજ થઇ ગયું છે. પૂરપ્રકોપનો ભોગ બનતાં 38 જણનાં મોત?થયાં હતાં, તો 16 લાખ લોકો બેઘર બન્યા હતા. હવામાન વિભાગે ઇતિહાસનો સૌથી ભયાજનક વરસાદ થવાની ચેતવણી આપી છે.
ભીષણ વરસાદનાં કારણે અનેક નદીઓ ખતરાની સપાટીથી ઉપર વહેવા માંડી હતી, તો ભૂસ્ખલનની ઘટનાઓથી રસ્તાઓ તૂટી પડયા હતા. અનેક વાહનો તણાયા હતા.
દક્ષિણ-પશ્ચિમ જાપાનના હિરોશીમા ક્ષેત્રમાં સૌથી વધુ જાનહાનિ અને ખુવારી?થઇ છે. જળ તાંડવથી દુનિયાના સૌથી વિકસિત દેશોની હરોળમાં અગ્રીમ જાપાનમાં વિનાશના વરવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer