મુંબઈ શું પાકિસ્તાનમાં આવેલું શહેર છે ? : ચંદ્રકાંત પાટીલ

મુંબઈ શું પાકિસ્તાનમાં આવેલું શહેર છે ? : ચંદ્રકાંત પાટીલ

દૂધ રોકવાના આંદોલનની ધમકી આપનારા શેટ્ટીને પ્રશ્ન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : મુંબઈ આવતું દૂધ રોકવાની ધમકી આપનારા સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા રાજુ શેટ્ટીની ટીકા કરતાં મહારાષ્ટ્રના મહેસૂલપ્રધાન ચંદ્રકાંત પાટીલે જણાવ્યું છે કે શું મુંબઈ પાકિસ્તાનનું શહેર છે કે તેનો દૂધ પુરવઠો રોકવાનું આંદોલન કરવામાં આવનાર છે. દૂધ બંધ કરીને લોકોની સતામણી શા માટે કરવામાં આવી રહી છે. લોકશાહી માર્ગે આંદોલન કરી શકે છે.
દૂધ ઉત્પાદક ખેડૂતોને લિટર દીઠ પાંચ રૂપિયા અનુદાન આપવાની માગણીના ટેકામાં રાજુ શેટ્ટીએ આવતી 16મી જુલાઈથી મુંબઈ તરફ જતાં દૂધને રોકવાનો અને દૂધનું સંકલન બંધ કરવાનું આંદોલન કરવાની તૈયારી કરી છે. મુંબઈને દરરોજ પાંચ લાખ લિટર દૂધ કર્ણાટકથી, 15 લાખ લિટર દૂધ ગુજરાતથી અને શેષ મહારાષ્ટ્રમાંથી 70 લાખ લિટર દૂધ પહોંચાડવામાં આવે છે.
ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે વિવિધ માગણીના ટેકામાં મોરચો, ધરણા અને ઉપવાસ જેવા પ્રકારનાં આંદોલન સમજી શકાય છે, પરંતુ દૂધ કે કૃષિપેદાશોનું નુકસાન કરવાનો માર્ગ યોગ્ય નથી એમ પાટીલે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer