ઈંગ્લૅન્ડનો સેમિ ફાઈનલમાં પ્રવેશ : સ્વિડન વર્લ્ડ કપમાંથી આઉટ

ઈંગ્લૅન્ડનો સેમિ ફાઈનલમાં પ્રવેશ : સ્વિડન વર્લ્ડ કપમાંથી આઉટ

સ્વિડનને 2-0થી હરાવી 28 વર્ષ બાદ ઈંગ્લૅન્ડની ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી 
 
સમારા, તા. 7: ઈંગ્લેન્ડે ફીફા વિશ્વકપ-2018ના ત્રીજા ક્વાર્ટર ફાઈનલમાં સ્વીડનને 2-0થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. શનિવારે સમારામાં રમાયેલા મેચમાં હેરી મેગ્વાયર અને ડેલે અલીના ગોલે ઈંગ્લેન્ડની જીત નિશ્ચિત કરી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે 28 વર્ષ બાદ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ અગાઉ 1990ની સાલમાં ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચ્યું હતું. 
સ્વીડન સામેની મેચમાં ઈંગ્લેન્ડ તરફથી મેગ્વાયરે 30મી મિનિટે અને અલીએ 58મી મિનિટે ગોલ દાગ્યો હતો અને આ બન્ને ગોલ હેડરથી થયા હતા. મેગ્વાયરે એશ્લે યંગની કિક ઉપર બોલને નેટમાં પહોંચાડયો હતો. ઈંગ્લેન્ડ માટે આ 10 મેચમાં મેગ્વાયરે પહેલો ગોલ કર્યો હતો. જ્યારે ડેલે અલીએ પણ હેડરથી જ ગોલ કર્યો હતો.
22 વર્ષિય અલીનો આ ત્રીજો આંતરરાષ્ટ્રીય ગોલ હતો. ઈંગ્લેન્ડ અને સ્વીડન વચ્ચેનો આ 25મો મુકાબલો હતો. જેમાં ઈંગ્લેન્ડે સ્વીડન સામે નવમી વખત જીત મેળવી હતી. જ્યારે સ્વીડન અત્યાર સુધીમાં 7 વખત જ જીત્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer