મંગળવારે પ્રથમ સેમિ ફાઇનલમાં ફ્રાંસ-બેલ્જિયમ વચ્ચે જંગ

મંગળવારે પ્રથમ સેમિ ફાઇનલમાં ફ્રાંસ-બેલ્જિયમ વચ્ચે જંગ

ફ્રાંસ પૂર્વ ચૅમ્પિયનને પછાડીને અને બેલ્જિયમ બ્રાઝિલને હરાવીને પહોંચ્યું

મોસ્કો, તા. 7 : ફિફા વિશ્વકપ રોમાંચક અને અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. હવે આગામી તા. 10/7ના મંગળવારે પ્રથમ સેમિફાઇનલ રમાશે, જેમાં ફ્રાંસ અને બેલ્જિયમ વચ્ચે મુકાબલો થશે.
પૂર્વ ચેમ્પિયન ઉરુગ્વેને 2-0થી હાર આપીને ફ્રાંસ ફૂટબોલ સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. બીજીબાજુ બેલ્જિયમે ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલને હરાવીને 32 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે. બ્રાઝિલ સેમિફાઇનલમાં હારીને ટૂર્નામેન્ટની બહાર થનાર આખરી દક્ષિણ અમેરિકી દેશ છે.
ફ્રાંસ અને બેલ્જિયમ વચ્ચેની મેચ મંગળવારે ભારતીય સમય મુજબ રાત્રે 11.30 વાગ્યે શરૂ થશે. નોંધનીય છે કે, ફ્રાંસે અત્યાર સુધીમાં 2018ના વિશ્વકપમાં 9 ગોલ કર્યા છે જ્યારે બેલ્જિયમે 14 ગોલ કર્યા છે. બંને ટીમો અત્યાર સુધીમાં એકબીજા સામે 73 મેચ રમી ચૂકી છે, જેમાંથી 24માં ફ્રાંસે જીત મેળવી છે ને 19 મેચ ડ્રો ગઇ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer