કાળા મરીની આયાતમાં ભારે કાળાંધોળાં થતાં હોવાની ઉદ્યોગની ફરિયાદ

 
કોચીન, તા. 7 : કાળા મરીની મ્યાનમાર, બાંગ્લાદેશ અને નેપાળની સીમાઓ ઉપરથી થતી બેફામ આયાતના કારણે જીએસટી અને આયાત ડયૂટીની ભારે માત્રામાં કરચોરી થતી હોવાની રજૂઆત `ઈન્ડિયન પેપર એન્ડ સ્પાઈસ ટ્રેડર્સ, ગ્રોઅર્સ, પ્લાન્ટર્સ કન્સોર્ટિયમ' કેરળ ચેપ્ટરે કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયા સમક્ષ કરી છે.
આ સંગઠનના કો-ઓર્ડિનેટર કિશોર શામજીએ એક આવેદનપત્રમાં જણાવ્યું છે કે ડિરેકટર જનરલ અૉફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા સ્પાઈસ બોર્ડની ભલામણના આધારે મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈસનો અમલ થતા જ નેપાળ, મ્યાનમાર અને બાંગ્લાદેશની ભારત સાથેની સીમાઓ પરથી કાળા મરીની આયાતમાં ભારે ઉછાળો આવ્યો છે અને આ રાષ્ટ્રોએ વિયેટનામથી કાળા મરીની આયાત વધારી દીધી છે તે પણ નોંધપાત્ર બાબત છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer