ભારતીયો સહિતના વિજ્ઞાનીઓ/સંશોધકોને બે વર્ષ માટે યુકે આવવા નવી વિઝા યોજના

 
લંડન, તા. 7 : બ્રિટનમાંના સંશોધન ક્ષેત્રની વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા યુકેએ ભારતીયો સહિત વિદેશી વિજ્ઞાનીઓ અને સંશોધકોને આવકારતા વિઝાની નવી કેટેગરી અમલી બનાવી છે. હાલની ટાયર -પ (હંગામી કર્મચારી - સરકારી ઓથોરાઈઝ્ડ એક્ષ્ચેન્જ)વિઝા રૂટમાં ઉમેરો કરી રહેલી અને ગઈકાલથી ખુલ્લી મુકાયેલી નવી યુકેઆરઆઈ સાયન્સ, રીસર્ચ એન્ડ એકેડેમી સ્કીમ, યુરોપી સંઘ(ઈયુ) સિવાયના દેશોમાંથી સંશોધકો, વિજ્ઞાનીઓ અને એકેડેમીઓને બે વર્ષ માટે યુકે આવવા છૂટ આપશે. સંશોધન અને પ્રયોગશીલતામાં યુકે વિશ્વઅગ્રણી છે અને આ ફેરફારો આંતરરાષ્ટ્રીય સંશોધકોને યુકેમાં આવી કામ કરવાનું સરળ બનાવશે એમ યુકેના ઈમિગ્રેશન મંત્રી કેરોલિન નોકસે યોજના ખુલ્લી મૂકતા નિવેદનમાં જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer