જુહુ ચોપાટી પર ડૂબી ગયેલા ચારેચાર જણના મૃતદેહ મળતાં શોધકાર્ય થંભ્યું


અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : જુહુના દરિયાકિનારે ડૂબી ગયેલા ચાર મિત્રોમાંના ચોથા મિત્રનો મૃતદેહ ગઈકાલે મોડી રાતે દોઢ વાગ્યે જેડબ્લ્યુ મેરિયટ હોટેલની પાછળના દરિયાકિનારેથી મળી આવ્યો હતો. 16 વર્ષના ફૈઝલ સિકંદર સૈયદનો મૃતદેહ હોવાનું પોલીસે કહ્યું હતું. ત્યાર બાદ પોલીસ, નૌકા દળ અને તટરક્ષક દળે પોતાની શોધખોળ અટકાવી દીધી છે.
અંધેરીના ડી.એન. નગરના ગાંવદેવી ડુંગર પર રહેતા પાંચ યુવકો છઠ્ઠી જુલાઈએ સાંજે પાંચ વાગ્યે જુહુના દરિયાકિનારા પરની ગોદરેજ ચોપાટી અને ગાંધીગ્રામ ચોપાટી વચ્ચે ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓમાંના વસીમ ખાન (ઉં. 22)ને બહાર કાઢવામાં સફળતા મળી હતી, પણ બાકીના ચાર યુવકો ડૂબી જતાં મૃત્યુ પામ્યાં હતાં. 17 વર્ષના ફરદીન સૌદાગર, 17 વર્ષના સોહેલ શકીલ ખાન, 17 વર્ષના ફૈસલ શેખ અને 17 વર્ષના નાઝીર ગાઝીના મૃતદેહ ગઈકાલે મળ્યા હતા. જોકે, ફૈઝલ શેખનો મૃતદેહ ભારે જહેમત બાદ રાતે દોઢ વાગ્યે દરિયાકિનારેથી મળ્યો હતો.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer