ડર્ટી પ્રેક્ટિસ : વડોદરાના તબીબની સેકસલીલાના 25 વીડિયો વાઈરલ

ડર્ટી પ્રેક્ટિસ : વડોદરાના તબીબની સેકસલીલાના 25 વીડિયો વાઈરલ

ગ્રામ્ય વિસ્તારની 7 મહિલાઓ સાથેની લીલાના વીડિયો જાહેર થતાં 1 માસથી તબીબ ભૂગર્ભમાં
 
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 9 : જ્યાં ભગવાન ન પહોંચે ત્યાં તબીબ લોકોના જીવ બચાવે છે પણ વડોદરાના એક તબીબે આ પવિત્ર વ્યવસાયને અભડાવી પોતાની પાસે સારવાર માટે આવતી મહિલાઓ સાથે તબીબે કંઈક એવું કર્યુ કે તે ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
વડોદરાના ગોત્રી રોડ ઉપર આવેલા ક્રિષ્ણા ટાઉનશીપમાં રહેતા તબીબ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં જનરલ પ્રેકટીસ કરે છે. આ ડોકટરે સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે અને બાદ તેઓ સાથે પોતાના કિલનિકમાં જ સેકસલીલા માણે છે. 
ડોકટરનો મહિલા દર્દીઓ સાથે કામલીલા માણી રહેલા 25 જેટલા વીડિયો વાઈરલ થયા હતાં. શહેર નજીક આવેલા ગામમાં પ્રેકટીસ કરતા આ તબીબના મહિલા દર્દીઓ સાથે સેકસલીલા માણતા વીડિયો વાયરલ થતા તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 
આ ડોકટરે અનગઢ ગામની 7 જેટલી મહિલા દર્દીઓ સાથે સેકસલીલા માણી હોવાનું કહેવાય છે. જેમાં એક દલિત મહિલા સહિત અન્ય 6 મહિલાઓનો સમાવેશ થાય છે. અને આ ડોકટરના સેકસલીલા માણતા વીડિયો વાયરલ થતા તેઓ રાતોરાત ભૂર્ગભમાં ઉતરી ગયા હતા. 
એવી પણ માહિતી મળી છે કે એક માસ પૂર્વે તબીબના વીડિયો વાઈરલ થયા બાદ ડોકટરને અનગઢ ગામ છોડવાનો વખત આવ્યો હતો. પોતાની પાપલીલાના વીડિયો વાઈરલ થયા પછી પણ આ ડોકટરે પુન: અનગઢ ગામમાં પોતાનું કિલનિક શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડોકટરને ગામ લોકો પોતાના ઉપર રોષે ભરાયા હોવાની ગંધ આવી જતાં તેઓને કિલનિક શરૂ કરવાની હિંમત કરી ન હતી. અને છેલ્લા 1 માસથી તેઓ લાપતા થઈ ગયા છે. 
સારવારના નામે મહિલાઓ સાથે કરવામાં આવેલી ડર્ટી પ્રેકટીસથી ગ્રામજનો પણ આઘાતમાં છે જોકે હવે ગ્રામજનો તબીબ વિરૂધ્ધ ટૂંક જ સમયમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવાના હોવાનું જાણવા મળે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer