સુરતમાં બે ડાઈંગ મિલમાં આગ : ચાર કર્મચારી ગંભીરપણે ઘાયલ

સુરતમાં બે ડાઈંગ મિલમાં આગ : ચાર કર્મચારી ગંભીરપણે ઘાયલ

સુરત, તા. 9 : શહેરના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે શાલુ ડાઈંગ મિલ અને સવારે તેની બાજુમાં આવેલી મારુતિ ડાઈંગ મિલમાં આગ લાગતાં ચાર કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને 14 કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચી છે. આગ બેકાબૂ બનતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો અને સુરત સિવિલમાં ઈમરજન્સી સેવામાં 30 તબીબોની ટીમને ઉતારી દેવામાં આવી હતી. તાબડતોબ સુરત મનપાએ ડાઈંગ મિલને જર્જરિત જાહેર કરીને તોડી પાડવા માટે નોટિસ
આપી છે. શાલુ ડાઈંગ મિલમાં અચાનક જ બોઈલર ફાટતાં ધડાકાભેર પ્રથમ માળનો સ્લેબ પડતાં નાઈટ શિફ્ટમાં કામ કરતાં 30થી વધુ મજૂરો કાટમાળની નીચે દબાઈ ગયા હતાં. બોઈલર ફાટતાંની સાથે જ આગની લપેટો ઉઠવા પામી હતી. જોત-જોતામાં આખી મિલ આગના હવાલે થઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer