ફેસબુકની એક ઓર ગુપ્ત સોદાબાજી : અનેક કંપનીને યુઝર-ડેટાનો અપાયો ખાસ એક સેસ

ફેસબુકની એક ઓર ગુપ્ત સોદાબાજી : અનેક કંપનીને યુઝર-ડેટાનો અપાયો ખાસ એક સેસ

નવી દિલ્હી તા. 9 : ફેસબૂક તેના યુઝર્સની ડેટા નિજતાને લઈ સતત વિવાદોમાં રહેતું આવ્યુ છે. હવે એક નવા અહેવાલ મુજબ ફેસબૂકે કેટલીક કંપનીઓ સાથે કરેલા એક ગુપ્ત સોદાબાજી કરી છે જેની હેઠળ આ કંપનીઓને યુઝર્સ ડેટાનો રેકર્ડ સુધી સ્પેશ્યલ એક્સેસ (ખાસ પહોંચ) અપાઈ હતી. એક મીડિયા રીપોર્ટમાં ફેસબૂકની કસ્ટમાઈઝ્ડ ડેટા-શેરિગ  `સહભાગી કરવાની' પેરવી થયાનું કારસ્તાન બહાર આવ્યુ છે.
વોલ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટ મુજબ આ મામલા સાથે સંકળાયેલાઓએ જણાવ્યા પ્રમાણે ફેસબૂકે કેટલીક કંપનીઓ સાથે જે સમજુતી કરી છે તે અંતરિક સ્તરે `વ્હાઈટલિસ્ટ' નામથી ઓળખાય છે. આ સમજુતી અન્વયે કેટલીક કંપનીઓને યુઝરના ફેસબૂક ફ્રેન્ડ્ઝ જેવી અતિરિકત જાણકારી સુધીની એકસેસ અપાઈ છે. આ કંપનીઓ પાસે યુઝરના ફોન નંબર જોવાની સુવિધા ય છે. તેમ જ ફ્રેન્ડ લિન્ક નામની એક મીટ્રિક મારફત યુઝર્સ અને તેના નેટવર્કમાં મોજુદ અન્ય લોકોની નિકટતા વિશે જાણકારી મેળવવાનું સાધન હતું.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ `વ્હાઈટ લિસ્ટ' ડિલમાં સામેલ કંપનીઓમાં રોયલ બેન્ક ઓફ કેનેડા, નિસ્સાન મોટર્સ જેવી કંપનીઓ ય સામેલ છે. આ કંપનીઓના વિજ્ઞાપનોને ય ફેસબૂક પર જોવામાં આવી છે.
તાજેતરમાં એવુ બહાર આવ્યુ હતું કે ફેસબૂકે ઓછામાં ઓછા 60 જેટલા ડિવાઈસ નિર્માતાઓ સાથે ડેટા-શેરિંગ પાર્ટનરશિપ કરી છે. ફેસબૂકે ડેટા-શેરિંગની બાબતનો સ્વીકાર કરતા જણાવ્યુ હતું કે હુવેઈ, લેનોવો, ઓપ્પો જેવી ચીની કંપનીઓ સાથે ડેટા સહભાગી કર્યા છે. એ ડેટામાં યુઝરના ફ્રેન્ડલિસ્ટની જાણકારી ય સામેલ છે. આમાંના મોટા ભાગના સાથે પાર્ટનરશિપ '15માં પૂરી થઈ છે, તો કેટલીક કંપનીઓ સાથેની હિસ્સેદારી કેટલાક મહિના કે હપ્તા સુધી વધારી અપાઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer