મેટ્રોનાં કામને કારણે ઠેરઠેર ટ્રાફિક જામ

મેટ્રોનાં કામને કારણે ઠેરઠેર ટ્રાફિક જામ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : સેન્ટ્રલ રેલવેના જનસંપર્ક અધિકારી સુનીલ ઉદેશીએ માહિતી આપી હતી કે માટુંગા અને સાયન વચ્ચે પાણી ભરાતાં ટ્રેનો મોડી દોડતી હતી. જોકે આ વિલંબ પીક અવરમાં નહોતો  થયો.  તેમણે લોકોને અફવા પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી. મુમ્બ્રા બાયપાસની દીવાલનો ભાગ નજીકના સ્લમ પર પડયો હતો, પરંતુ કોઈ જાનહાનિ થઈ  નહોતી. વિકએન્ડમાં મુશળધાર વરસાદ પડયો હોવાથી મોટા ભાગના મુંબઈગરાએ ઘરે બેસીને વરસાદની મજા  લેવાનું પસંદ કર્યું હતું. 
 હવામાન ખાતાએ બહાર પાડેલા વરસાદના આંકડા પ્રમાણે સવારના સાડા આઠ વાગ્યાથી કોલાબામાં 157 અને સાંતાક્રુઝમાં 64.4 મિલીમીટર વરસાદ પડયો હતો. સાંતાક્રુઝમાં મોસમનો કુલ વરસાદ 174.7 મિલીમીટર નોંધાયો હતો.
સવારના આઠ  વાગ્યાથી  સાંજે પાંચ વાગ્યા સુધી મુંબઈમાં સરેરાશ 100 મિલીમીટર વરસાદ નોંધાયો  હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer